માણાવદર પોલીસ મથકે સતીશકુમાર ધીરજલાલ વૈષ્નાણીએ અજાણ્યા ચોર શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા તેમના પત્ની અને દિકરી સરદારગઢ ગામે શીતળા માતાના મંદિરે મેળામાં ગયેલ હોય દરમ્યાન પર્સમાં રહેલ ઓપો કંપની મોબાઈલ કિ.રૂા. ૧૭૪૯૯ની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.