રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી-૧ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા, આજી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આજી નદીના કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને નદીના પટમાં ન જવા માટે અને આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવી શકે છે