સુરત: સુરત RTO માં ટુ-વ્હીલરના ડ્રાઈવિંગ લાઇસન્સની ટેસ્ટ માટે અરજદારોને બે મહિનાથી પણ વધુ લાંબું વેઈટિંગ મળી રહ્યું છે. હાલમાં એપોઈન્ટમેન્ટ લેનારા લોકોને દિવાળી પછીની એટલે કે 24મી ઓક્ટોબરની આસપાસની તારીખ મળી રહી છે. આ લાંબા સમયગાળાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ, સુરત આરટીઓ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ટેસ્ટ લેતી હતી, જેના કારણે રોજેરોજની એપોઈન્ટમેન્ટ સરળતાથી મળતી હતી.