સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ના વરદ હસ્તે લાલગેટ વિસ્તારમાં નવનિર્મિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરવાના આવ્યું હતું.લોકોને પોલીસ સ્ટેશન સુધી લંબાવું ન પડે અને નજીકના વિસ્તારમાં જ લોકો પોતાની ફરિયાદ તાત્કાલિક ધોરણે કરી શકે તે માટે શહેરમાં પોલીસ ચોકીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે.આ સાથે શહેરી વિસ્તાર ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે.જેના કારણે લોક વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે નવી ચોકીઓ ખોલવામાં આવી રહી છે.