થરાદ નગરના કૃષ્ણનગર ભીલવાસ સહિત રોકડીયા હનુમાનજી વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘુસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિની જાણ થતાં પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલે સ્થળ પર જઈ પૂરની અસરગ્રસ્ત જનતાની મુલાકાત લીધી હતી. તેમણે લોકોને હિંમત આપી સાથે જ તેમની સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી હતી.પૂર્વ સાંસદે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહ્યું છે.