This browser does not support the video element.
વાંકાનેર: વાંકાનેરમાં 100 રૂપિયાની ઉઘરાણી મામલે બઘડાટી, બાઈક સળગાવી નાખી માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ….
Wankaner, Morbi | Aug 25, 2025
વાંકાનેર શહેરની મોમીન શેરીમાં રહેતા ફરિયાદી સબીરભાઈ ઈબ્રાહીમભાઈ ભદ્રાસિયા નામના યુવકે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી કોનેનમહમદ ઉર્ફે ટીકડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને આરોપી સાથે 50-100 રૂપિયાની રકમની લેતી દેતી મામલે ઝઘડો થતાં આરોપીએ ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે તેમજ તલવારના ઘા કરી મોટર સાયકલમાં નુકશાન પહોંચાડી બાઇક સળગાવી દેતા આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે….