થાનગઢ વાસુકી પ્લોટ વિસ્તારમાં રહેતા શીતલબેન અલ્પેશભાઈ મકવાણાના લગ્ન આશરે સાડા ચાર વર્ષ પૂર્વે સમાજના રીતી રિવાજ મુજબ થયા હતા જે બાદ સાસુ ચંદ્રિકાબેન મનહરલાલ મકવાણા, નણંદ તેજલબેન મનહરલાલ મકવાણા, દિયર ભાવેશ મનહરલાલ મકવાણા તથા કાકાજી સસરા નરેન્દ્રભાઈ ઉર્ફે હજાભાઈ મનસુખભાઇ મકવાણા દ્વારા વારંવાર પરણિતાને માનસિક ત્રાસ આપતા હતા જેથી પરણિતા દ્વારા સાસુ, નણંદ, દિયર અને કાકાજી સસરા વિરુધ ગુન્હો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.