પંચમહાલ જિલ્લાના ગોધરા એસ.ઓ.જી. તથા ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસે સંયુક્ત કામગીરીમાં અભરામ પટેલના મુવાડા પીકઅપ સ્ટેન્ડ નજીકથી મરચાની આડમાં છુપાવી લાવવામાં આવતો ૮૨૦.૮૩૨ કિલોગ્રામ પોષ ડોડો ઝડપી લીધો. તેની કિંમત રૂ. ૨૪.૬૨ લાખ ગણાતી હતી, જ્યારે બોલેરો પીકઅપ તથા ચાર મોબાઇલ સાથે કુલ રૂ. ૨૯.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. પોલીસે બુધારામ ઉર્ફે અનીલકુમાર બિશ્નોઈ તથા સોહનલાલ બિશ્નોઈને પકડી પાડ્યા, જ્યારે ઉદારામ બિશ્નોઈ તથા બાબુ નામનો ઇસમ વોન્ટેડ જાહેર કરાયા.