જુનાગઢ ખાતે સંગઠન સુજન જિલ્લા અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં દસ દિવસ દરમિયાન દિગજ નેતાઓ ઉપસ્થિત રહેનાર છે જેમાં આવતીકાલે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી પધારનાર છે જેનું કેશોદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે