ભેસાણ તાલુકા ના માલીડા ગામે સાસરિયાના ત્રાસથી યુવકના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ભેસાણ તાલુકાના માલીડા ગામના ૩૫ વર્ષીય યુવાને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે, જેના પરિણામે તેની એક નાની દીકરી નોધારી બની ગઈ છે. પોલીસે આ મામલે પત્ની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે.