પાટણ પોલીસે શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા 'ફિટ ઇન્ડિયા' મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોએ ભાગ લીધો.જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી ફ્લેગ ઓફ સાથે રેલીની શરૂઆત થઈ. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. આ દરમિયાન નાગરિકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાઈ.