મોરબી શહેરમાં આજ રોજ ગણપતિ મહોત્સવનું સમાપન થતાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી રહી છે, ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે સ્કાયમોલ, સામાકાંઠે એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઈસ્કૂલ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ આમ ચાર જગ્યાએ કલેક્શન પોઈન્ટ ખાતેથી મૂર્તિઓનું કલેક્શન કરીને પિકનિક પોઈન્ટ ખાતે વિસર્જન કરાયું હતું. જેમાં અત્યાર સુધીમાં 300 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું છે...