તલોદ રાધાકૃષ્ણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ અમાસના દિવસે સોનાની દ્વારિકા નગરી ના ભવ્ય દર્શન નું આયોજન કરવામાં આવ્યું તલોદના મધ્યમાં આવેલ રાધા કૃષ્ણ મંદિર પરિસરમાં આવેલ મણીબા સત્સંગ હોલ માં પવિત્ર શ્રાવણ માસ અમાસ ના દિવસે સોનાની દ્વારિકા ના ભવ્ય દર્શન કરવા મોટી સંખ્યામાં તલોદ નગરજનો તેમજ આસપાસના ના ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા આ સોનાની દ્વારિકાના દર્શન ત્રણ હજારથી વધુ ભાવિ ભક્તોએ પાણીમાંથી પસાર થઇ આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી