ડાંગ જિલ્લાના ડાંગ સ્વરાજ આશ્રમ ના પટાંગણમાં, પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્રમ,જંગી માનવ મેદની વચ્ચે યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ના હસ્તે, રૂ.૧૮.૬૯ કરોડના વિવિધ યોજનાઓ હેઠળના કુલ ૧૫૫૮ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. અને આવાસ ની તકતી નું અનાવરણકર્યું હતું. ડાંગના લોકોને આવાસ ના હપ્તા નો ઉપયોગ ફક્ત ઘર બાંધવા માટે જ કરવા ખાસ તેમણે અનુરોધ કર્યો હતો.