21 ઓગસ્ટના રોજ રાતે 11 કલાકની સ્થિતી મુજબ ધરોઈ ડેમમાં ફરી પાણીની આવક ઘટી છે . બે દિવસથી પાણીની આવક વધી હતી . આજે 1215 ક્યૂસેક પાણી આવતા ડેમ 619.37 ફુટે પહોંચી ગયો છે અને કુલ જથ્થો 89.74% નોંધાયો છે. 618 ફુટને પાર હોવાથી આ વર્ષે પીવાના પાણી કે સિંચાઈના પાણીની કોઈ તકલીફ નહી પડે. ડેમની ભયજનક સપાટી 622 ફુટ છે અને હાલ કોઈ દરવાજા ખોલાયા નથી.