આદિવાસી યુવા સમિતિ ઘોઘંબા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈ મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રાજગઢ ખાતે આદિવાસી સમાજનાં આગેવાનોની ઉપસ્થિતમાં જાહેર સભા સંબોધવામાં આવી હતી.ત્યારબાદ રાજગઢ ખાતેથી ઘોઘંબાના ભગવાન બિરસા મુંડા સર્કલ સુધી મહારેલી યોજાઈ હતી. આ મહારેલી દરમિયાન અચાનક ૧૦૮ એમ્બ્યુલન્સ આવી જતાં તાત્કાલિક આયોજકો દ્વારા એમ્બ્યુલન્સને રસ્તો કરી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.