ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તાર સિ્થત મંદરોઇ ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ધોરણ 1થી લઈને ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નોંધપાત્ર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.| ગામના યુવા સામાજિક કાર્યકર રીંકેશ પ્રવિણભાઈ| પટેલ, ગામના અગ્રણીઓ, શાળા શિક્ષકગણ અને શાળા| વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ વિદ્યાર્થીઓને સન્માનપત્ર અપાયું.