આજરોજ સાંજે સાત કલાકે મળતી માહિતી પ્રમાણે પંચમહાલ, દાહોદ અને મહીસાગર ત્રણેય જિલ્લાના એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશનોએ ખાતર કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો .જીલ્લામાં ૩૦૦ થી વધુ વેપારીઓએ સંગઠિત બનીને યુરિયા સાથે ફળવાતા ફરજીયાત ટેગિંગનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ખાતર કંપનીઓ બેફામ પણે યુરિયા સાથે નેનો યુરિયાની બોટલ સહિત અન્ય ખાતરો પણ ફરજિયાતપણે વેપારીઓને વેચાણ કરવા માટે ફરજ પાડતાં હોય છે. જેને લઈ પ્રમુખે આપી પ્રતિક્રિયા.