વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામ નજીક રોડ પર મરતોલી સંઘમાં ચાલતા જતા બે યુવકોને પુરઝડપે આવી રહેલ અજાણી બસે પાછળથી ટક્કર મારતા બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ બંને યુવકોની હાલત ગંભીર છે. આ બનાવ અંગે અજાણી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.