વલસાડ જીલ્લા પોલીસે વાપી ખાતે જ્વેલર્સ શોરૂમમાં લૂંટ કરવાના ઈરાદે આવેલા ઉત્તરપ્રદેશના વોન્ટેડ ગેંગસ્ટરોના ગેંગને ઝડપી પાડ્યો. પોલીસે ચાર શખ્સોને કાબૂમાં લીધા જેઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુના નોંધાયેલા હતા. તેમની પાસેથી બે પિસ્ટલ, એક દેશી તમંચો અને ૧૦ જીવતા કારતુસ મળી આવ્યા. ઉપરાંત, ઘરફોડ ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.