તા.૭મી ફેબ્રુઆરી, ૨૦૨૪ થી ડાંગ જિલ્લામાં બીજા તબક્કાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ કરાશે. છેવાડાના જરૂરિયાતમંદ માનવીઓ સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની જાણકારી પહોંચાડવા સાથે તેમને ઘરઆંગણે જ કેટલીક સેવાઓ, અને લાભો પહોંચાડવા માટે, બીજા તબક્કાની સંકલ્પ યાત્રાનો તા.૭મી ફેબ્રુઆરીથી ડાંગ જિલ્લામાં પુનઃ શરૂ કરવામાં આવનાર છે