સુગારિયા ગામમાં ગત તા. 17/8ના ધોળા દિવસે 4 ચોરીનો બનાવ બન્યો હતો.ગામના દરબારવાસમાં આવેલા મોમાય માતા તથા શીતલા માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે મંદિરના નકુચા ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને મોમાય માતાનાં મંદિરમાંથી ચાંદીના ત્રણ છત્તર તથા શીતલા માતાના મંદિરમાંથી ચાંદીના બે છત્તર એમ કુલ રૂા.19,336ના આભૂષણોની ચોરી કરી હતી.ચોરીના આ બનાવ અંગે વીરભદ્રસિંહ મહિપતસિંહ જાડેજાએ આજે બપોરે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.