ગાંધીધામને ટ્રાન્સપોર્ટેશનનુ હબ પણ કહેવાય છે, બન્ને મેજર પોર્ટની આયાત નિકાસનું સંચાલન કરતા આ શહેરમાં કુદરતી બ્રેક લાગ્યા બાદ માર્ગોની અત્યંત ખસ્તા હાલતને લઈ ભારેખમ વાહનો પલટી ખાઈ જતા ક્રેઇનની મદદ લેવી પડે છે. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.પરિણામ સ્વરુપ સતત ત્રણ દિવસથી એટલે કે આજ રોજ તારીખ 11/9 /2025 ના સવાર અંદાજિત દસ વાગ્યા સુધી હજારો વાહનો સાથે મુસાફરો અને ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ પણ સતત ત્રણ દિવસથી પરેશાન થઈ રહ્યા છે.