થરાદ તાલુકાના રામપુરા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. 24 વર્ષના રમેશ હરસંગભાઈ પટેલની લાશ તેમના ખેતરમાં આવેલા ઝાડ પર લટકતી મળી આવી છે. બપોરે સાડા બારેક વાગ્યે રમેશભાઈ થરાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. રાત્રે ઘરે ન આવતા પરિવારે તેમને મિત્રોને ત્યાં ગયા હોવાનું માન્યું હતું. થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને થરાદની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.