વડોદરા શહેરના બાજવા ગામે આવેલા રેલવે ઓવરબ્રિજ નો કેટલોક હિસ્સો એક તરફ નમી પડ્યો હોવાની અફવાએ જોર પકડતા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.કેટલાક ટીકડખોરો ઘ્વારા ભારદારી વાહનચાલકો અને બ્રિજ કોન્ટ્રાકટર સહિત સ્થાનિક નેતા ને બદનામ કરવાના હેતુ થી બ્રિજ નો કેટલોક હિસ્સો નમી પડ્યો હોવાની અફવા ફેલાવવામાં આવી હતી.પરંતુ સ્થળ મુલાકાત લઈ ખાતરી કરતા એવું કાઈ જણાઈ આવ્યું ન હતું જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.