પાટણ જિલ્લાની એલસીબી પોલીસે સિદ્ધપુર નજીક સુજાણપુર પાટિયા પાસે મોટી કામગીરી કરી છે. પોલીસે નાકાબંધી દરમિયાન એક અશોક લેલન દોસ્ત પ્લસ ગાડીને રોકીને તપાસ કરી હતી.ગાડીમાંથી વાંસની પટ્ટીઓ અને પ્લાસ્ટિકની પાઈપોની આડમાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની 4655 બોટલો મળી આવી છે. આ દારૂની કિંમત રૂ. 10,09,748 છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5 લાખની ગાડી સહિત કુલ રૂ. 15,09,748નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.