ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. માણસા પંથકમાં ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થયા છે. બુધવારે બપોરે 12 વાગ્યે બાલવા અને આમજા ખાતે અંબાજી પગપાળા જતા ભક્તો માટે સેવા કેમ્પ શરૂ થયા છે. જે સેવા કેમ્પમાં ધારાસભ્ય જે.એસ.પટેલ હાજર રહ્યા હતા. ધારાસભ્ય સહિત તમામ લોકોને માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. અને ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સિદ્ધિ વિનાયક ભગવાન ગણેશના પણ દર્શન કર્યા હતા.