દાહોદના પીડબ્લ્યુડી ક્વાર્ટર નજીક સ્થિત અમરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે વિશાળ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મંદિરે વિશેષ યજ્ઞનો આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ઉઠ્યું હતું.