જોટાણાના કાનપુર ગામે તળાવમાં ગેરકાયદેસર ખનન મામલે મહેસાણાના મદદનીશ ભુસ્તર શાસ્ત્રીને મળેલી ફરિયાદના આધારે કાનપુરા ગામના તળાવમાં રેડ કરવામાં આવી હતી. જેમાં 30 લાખની કિંમતનું એક હિટાચી મશીન જપ્ત કરી ખનન વાળી જગ્યાની માપણી કરી હતી. જગ્યા પરથી કેટલો જથ્થો ઉપાડવામાં આવ્યો છે તેની માપણી શરું કરી દંડનીય કર્યવાહી હાથ ધરવામાં આવી છે..