ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આશરે 2000થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. સરીગામ અને ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં સુધારો કરીને બે સ્લેબ લાગુ કરાયા છે.