અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આજે ભારે વરસાદને કારણે ડુંગર પરથી ભુસ્ખલન થઈ છે.શામળાજી ઉદેયપુર હાઈવે પર શામળાજી બ્રિજ નજીક પથ્થર-માટી રસ્તા પર આવી જતા હાઇવે પર બે કિ.મી.સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો,જેના કારણે ભાદરવી પુનમ પ્રસંગે યાત્રાધામ આવનાર ભક્તો અટવાયા હતા અને પોલીસ-તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માર્ગ ખાલી કરવાની કામગીરી હાથ ધરી હતી.