ભિલોડાના ટોરડા ગામની સીમમાં આવેલી "આસ્થા ક્લિનિક" નામની મેડીકલ દુકાનમાં ડિગ્રી વગર ગેરકાયદેસર સારવાર અને દવાઓ આપતો વિડીયો સોસિયલ મીડિયા પર વાયરલ થયો છે.વિડીયો વાયરલ થતાં ભિલોડા પોલીસ એક્ષન મોડમાં જોવા મળી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી ગોરધન પટેલ ની મેડીસીન સાથે અટકાયત કરી હતી.અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.