જુનાગઢ કડીયાવાડ ડબગર શેરીમા રહેતો શની કિશનભાઇ સોંદરવા પોતાના કબ્જા ભોગવટાના મકાનમા પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસોને બોલાવી ઘોડીપાસા નો હાર જીતનો જુગાર રમી રમાડી નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો પોતાના આર્થીક ફાયદા સારૂ ચલાવે છે. તેવી હકીકત મળતા પંચો સાથે ઉપરોક્ત બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ-૦૬ ઇસમોને પકડી તેની સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે