તા. 21/09/2025, રવિવારે રાત્રે 9.30 કલાકે ધોળકા ખાતે ઘાંચી જમાતખાનામાં મદ્રસ એ ગુલશને રઝા, ચાર મીનાર મસ્જિદ, ધોળકા દ્વારા તેમના મદ્રેસાના બાળકોનો ઈનામી જલસો યોજાયો હતો. જેમાં 13 બાળકોએ હઝરત મુહંમદ મુસ્તુફા ( સ. અ. વ.) ની શાનમાં તકરીર પેશ કરી હતી. 150 બાળકોએ નજમના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે ચિસ્તીયા ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ સોહીલભાઈ ચિસ્તીયા હાજર રહ્યા હતા. વિજેતા બાળકો સહિત 350 બાળકોને ઇનામો અપાયા હતા.