મેંદરડા તાલુકાના ડેડીકયારી ગામમાં દૂષિત પાણીની સમસ્યાએ ગ્રામજનોના આરોગ્યને જોખમમાં મૂક્યું છે. શેરીઓમાં દૂષિત પાણી ભરાતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગો ફેલાવાની ભીતિ વધી છે. સ્થાનિકોનું કહેવું છે કે ગટરોની સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થા અપૂરતી છે. ગામના સરપંચ, તલાટી અને મંત્રીને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી.