તા 23 ઓગસ્ટના રોજ સાંજે ૩.૩૦ કલાકની માહિતી મુજબ ધરોઈ ડેમથી લગાતાર પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ ઉભી થઈ છે. વડનગરના વાગડી ગામ નજીક સાબરમતી નદીમાં અમુક લોકો ટ્રેક્ટર સાથે ફસાયાની જાણકારી મળતા રેસ્ક્યું કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર અને તરવૈયાઓ બચાવ માટે પહોંચી ગયા છે પણ પાણીનો પ્રવાહ તેજ હોવાથી રેસ્ક્યુંમાં અડચણ જોવા મળી હતી.