બુધવારના 2 કલાકે પકડાયેલા વ્યક્તિની વિગત મુજબ વલસાડના મોંઘાભાઈ હોલ નજીક 29 ઓગસ્ટના રોજ બે રીક્ષા ચાલક વચ્ચે મારામારીની ઘટના બની હતી.જેમાં અન્ય રિક્ષાચાલકો તેમને જોડાવા જતા મામલો ઉગ્ર બન્યો હતો. અને છુટા હાથની મારા મારી થઈ હતી. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તરત એક્શનમાં આવી હતી. અને મારામારી કરનાર વ્યક્તિની શોધ ખોળ હાથ ધરી હતી. આજરોજ બે વ્યક્તિની ધરપકડ કરી અને કાર્યવાહી કરી હતી.