વલસાડ જિલ્લાના પારડીમાં બ્રહ્મદેવ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા આ વર્ષે કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા ઘાટની આરતીનો થીમ તૈયાર કરાયો છે. મંડળે બે વર્ષ પહેલાં કેદાર ધામની પ્રતિકૃતિ બનાવી લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દર વર્ષે વિવિધ જ્યોતિર્લિંગના થીમ દ્વારા પારડીમાં અનોખું આયોજન કરવામાં આવે છે.