રાધનપુર તાલુકાની એક ગામની મહિલાના લગ્ન વિસ વર્ષ અગાઉ રાપર તાલુકામા કરવામાં આવ્યા હતા.પીડિત મહિલાના પતિને પહેલી પત્નીથી ત્રણ સંતાનો છે જ્યારે મહિલાને બે સંતાનો છે.પીડિત મહિલા પહેલી પત્ની અને પતિથી દૂર રહેતી હતી.ત્યારે 3 સપ્ટેમ્બરના મહિલાનો સાવકો પુત્ર મહિલાના ઘરે આવ્યો હતો અને રાત્રી રોકાણ માટે રોકાયો હતો ત્યારે પથારી કરવા ગયેલ મહિલા પર સાવકા પુત્રએ દુષ્કર્મ આચર્યું હતું.પીડિત મહિલાએ રાધનપુર આવી ફરિયાદ આપતા ઝીરો નંબરથી પોલીસે ફરિયાદ નોંધી હતી.