જૂનાગઢ તાલુકાના વધાવી પાસે રફિકભાઇ શેરમહમદભાઈ રહીશ, અને તેના પત્ની ફરીદાબેન તથા મિત્ર મહેશગીરી ભીખુગીરી ગોસ્વામીની કારમાં માળીયાહાટીનાથી રાજકોટ જવા માટે નીકળ્યા હતા અને જૂનાગઢ નવા બાયપાસ નેશનલ હાઇવે પર વધાવી ગામ પાસેના બાયપાસ રોડ પાસે પહોંચ્યા ત્યારે રોડ પર ડિવાઈડર પાસે 1 ટ્રક ઉભો રાખેલ હોય તે ટ્રકની પાછળ કાર અથડાઈ હતી.અકસ્માતમાં રફિકભાઈ, ફરીદાબેન તથા મહેશગીરીને ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજ્યું