ચંદનના લાકડાના મુદ્દા માલ સાથે શંકાસ્પદ હાલતમાં બે ઈસમોને દબોચી લેતી તિલકવાડા પોલીસ. પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના માણસોએ તિલકવાડા તાલુકાના ગોલતલાવડી થી જીરલ ગામ વચ્ચે થી ગેરકાયદેસર રીતે કાપેલા ચંદનના ઝાડના લાકડા ના મુદ્દા માલ સાથે મધ્યપ્રદેશના બે ઈસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે