છેલ્લા છ વર્ષથી કાલોલ બેલદાર સમાજ દ્વારા કાલોલ થી પગપાળા અંબાજી જવા માટે રવાના થયા છે આજરોજ ૧૦૦ થી વધુ માઇભકતો પગપાળા અંબાજી જવા માટે રવાના થયા હતા કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર અને માજી ઉપપ્રમુખ સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ બેલદાર દ્વારા માતાજી ના રથને પ્રસ્થાન કરાવેલ બોલ મારી અંબે જય જય અંબે ના નારા સાથે સંઘ રવાના થયો હતો જે પુનમ ના દિવસે અંબાજી મંદિર ખાતે પહોંચી માતાજીને ધજા ચડાવી દર્શનનો લ્હાવો લેશે.