ગુજરાત સરકારે વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. આ સાથે ચાર તાલુકાઓ પણ અલગ થયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થઈને નવા જિલ્લાની રચના થઈ છે.બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે આ નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો પણ આભાર વ્યક્ત કર્યો છે.