પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઘોઘંબા તાલુકાના સિમાલીયા ગામે કરોલી ફાટક ત્રણ રસ્તા પર નાકાબંધી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક , આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક , ડૉ. હરેશભાઈ દુધાત ની સૂચના મુજબ, એલ.સી.બી. ઇન્સ્પેક્ટર , એન.એલ.દેસાઈ અને પો.સ.ઈ. , એસ.આર.શર્માની ટીમે આ સફળ કામગીરી કરી છે.