ધારીના માલસિકા ગામે એક પતિએ તેની પત્ની પાસે દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. જેથી તેની પત્ની અને સસરા સાથે બોલાચાલી થઈ હતી. આ અંગે મનમાં લાગી આવતાં તેણે ભાગીયું રાખેલી વાડીની ઓરડીમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. મૂળ રાજસ્થાનનાબાંસવાડાના સલાભાઈ (ઉ.વ.૪૫)એ લક્ષ્મીબેન ગરાસીયા જાહેર કર્યા મુજબ, તેમના પતિ કૈલાશભાઈ સરદારભાઈ ગરાસીયાએ તેમની પાસે દારૂ પીવાના પૈસા માંગ્યા હતા.પતિએ તેની તથા સસરા સાથે બોલાચાલી કરી હતી. પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે.