આજે તારીખ 23/09/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાકે ભારત સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામની પુનિત હાઈસ્કૂલમાં કિશોરીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો હતો.રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ મેડિકલ ઓફિસર દ્વારા કિશોરીઓને પોષણ, માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનું મહત્વ તથા યોગ્ય જીવનશૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.