આજે તારીખ 04/09/2025 ગુરુવારના રોજ સવારે 8.30 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ મોડી રાત્રે રખડતા પશુઓને પાંજરાપોળ મોકલવામાં આવ્યા.ઝાલોદ નગરપાલિકામાં રહેતા રહીશો તેમજ નગરમાં કામગીરી માટે આવતા વ્યક્તિઓને ઘણા સમયથી એક મોટો પ્રશ્ન સતાવી રહેલ હતો કે રસ્તામાં જ્યાં ત્યાં રખડતા પશુઓ અડીંગો જમાવી બેસી જતાં જેને લઈ નગરમાં અવારનવાર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ઘણી વાર રખડતા પશુઓ રસ્તા પર બેસી રહેતા હોવાથી પશુઓના અકસ્માતમા ગંભીર ઈજાઓ થઈ તેવું હતું.