આજરોજ સવારના અંદાજિત 11 વાગ્યાની આસપાસ કોર્પોરેશન કમિશનર મનીષ ગુરવાણીએ નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ સાથે આદિપુરના મુખ્ય વિસ્તારો જેવા કે જુલેલાલ માર્કેટ,64 બજાર, ગાંધી સમાધિ અને મુખ્ય બજારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ અન્ય કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ દરમિયાન તેમણે વેપારીઓ અને લોકોને સ્વચ્છતા જાળવવા અને ડોર-ટુ-ડોર કચરાના નિકાલમાં સહયોગ આપવા અપીલ કરી.