ગાંધીધામના ટાગોર રોડ પર ક્રોમા સ્ટોર પાસે સ્કોર્પિયો અને ઍક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્કોર્પિયોના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ઍક્ટિવા સાથે ટક્કર મારી હતી.આ અકસ્માતમાં ઍક્ટિવા પર સવાર વ્યક્તિને ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની અસરથી સ્કોર્પિયો આગળ જઈને નજીક આવેલ ટ્રાફિક પોલીસ ચોકીમાં ટકરાઈ હતી.સદનસીબે તે સમયે ચોકીમાં કોઈ જવાન હાજર ન હોતા મોટી જાનહાનિથી બચાવ થયો