હવામાન વિભાગ ની આગાહી મુજબ મહુવા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો સતત વરસરી રહેલા વરસાદે ઠેરઠેર પાણી પાણી કરી દેતા નિચાણ વાળા વિસ્તારો એલર્ટ થઈ ગયા હતા મહુવા તાલુકામાં ધોધમાર વરસાદે લોકોને ઘર બહાર નીકળવાનું પણ મુશ્કેલ કરી દીધુ હતું.સવારથી વરસાદી માહોલ વચ્ચે ગણેશ ઉત્સવ આયોજકો એ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.મહુવા તાલુકામાં સિઝન નો કુલ 1462 જેટલો વરસાદ પડી જવા પામ્યો છે.